સાપુતારા (ડાંગ) : ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન

રખડપટ્ટી એજ મારો પ્રિય વિષય અને એમાં પણ દુર દુર સુધી, ડુંગરા અને  હરિયાળી  વચ્ચે ઘુમવું કો ને ના ગમેં , મારા જેવા ફરતારામ ને તો “ભાવતું હતું ને વૈદે કીધું ” જેવું થઇ જાય. અને એમ પણ મારા ગામ થી સાપુતારા ઘણું દુર નથી આટલે મોસ્ટ ઓફ વિક એન્ડ માં હું ડાંગ માં રખડપટ્ટી કરવા નીક્લીજ જાઉં છુ. સાપુતારા આત્યાર સુધી 15-20 વાર જઈ આવ્યો. સાલું દર વખતે ત્યાં રહેવાનું મન તો થઇ જાય પણ પછી સ્કૂલ માં મારા પિતાશ્રી જાય?

સાપુતારા ઘણીબધી વખત જવાનું મૂળ કારણ? ત્યાં સુધી જવાનો રસ્તો, મઝા આવી જાય ત્યાં સુધી ગાડી ચલાવવાની. સાપુતારા કરતા વઘઈ થી  સાપુતારા જતા રસ્તામાંજ મઝા આવી જાય!!! આતો થઇ મારી વાત હવે સાપુતારા વિષે થોડું જ્ઞાન મેળવો.

જ્યોગ્રાફી :

સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. ગુજરાત રાજયના એક માત્ર હિલ સ્ટેશન તરીકે જાણીતું ગિરીનગર સાપુતારા ડાંગ જિલ્લામાં સાહ્યિદ્વી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે.અહીં વહેતી સર્પગંગા નદીના તટ ઉપર અંકિત થયેલી સર્પની આકૃતિના કારણે આ સ્થાનનું નામ સાપુતારા પડેલું છે એવું કહેવામાં આવે છે.ગુજરાતમાં જંગલની વાત આવે તો ગીર બાદ બીજું સ્થળ સાપુતારાનાં જંગલો છે. ત્યાંનું વન વૈવિઘ્ય અને પ્રકૃતિ સમૃદ્ધિ પ્રવાસીઓને આકર્ષવા સક્ષમ છે.સાપુતારા ગુજરાતનું હોવા છતાં અમદાવાદ કરતાં મુંબઇથી વધારે નજીક છે. સમુદ્રથી ૧૦૮૩ મીટરની ઊંચાઇ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લાનાં ઘટાટોપ જંગલો વરચે સહ્યાદ્રિ પર્વતમાળા પર આવેલું છે. દૂર-દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલીછમ વનરાજીનાં દ્રશ્યો મનને હરી લે છે. એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ સાપુતારા જાણીતું બન્યું છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે.

સાપુતારામાં આવેલી ઉંચી પર્વતમાળાઓ અને હરીયાળીઓની વચ્ચે આવેલા તળાવો અલૌકિક લાગે છે.

1 - Saputara Lake tripadvisor.jpg

તળાવોમાં બોટીંગની મજા અનોખી છે. સાપુતારામાં આવ્યા બાદ આપણને એવી અનુભૂતિ થાય કે જાણે આપણે કુદરતના ખોળામાં આવી ગયા હોય! સાપુતારાનું સરોવર અત્યંત આકર્ષક છે. તળાવની આસપાસ હોટેલ્સ,  બોટહાઉસ અને સંગ્રાલય આવેલા છે. પ્રવાસીઓ અહીં નૌકાવિહાર કરી શકે છે. આ સરોવર સાપુતારાનું પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે. આ સરોવરની આસપાસ પગપાળા રખડ્ડપટ્ટી કરવાનો આનંદ અનેરો છે.

4 - Table Top Townview Governors Hill tripadvisor Vishal Bihani.jpg

સરોવરની આસપાસ પગપાળા ભમવાનો આનંદ સ્વર્ગ સમાન છે એ રીતે પર્વતારોહીઓ માટે આ પ્રદેશ પણ ખાસ્સો એવો પ્રખ્યાત છે. હાથગઢનો કિલ્લો, પાંડવ ગુફાઓ તથા રજત પ્રતાપથી લઇને ત્રિધારા સુધીના વિસ્તારો પર્વતારોહીઓ માટે શ્રેષ્ઠ છે.

ડાંગ જિલ્લામાં ગીચ જંગલ વિસ્તાર છે. પ્રાચીનકાળમાં આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. રામાયણમાં શ્રીરામના ૧૪ વર્ષના વનવાસ કાળનો ઉલ્લેખ છે. આ ૧૪ વર્ષના વનવાસ કાળમાંથી શ્રીરામે સીતા અને લક્ષ્મણ સાથે ૧૧ વર્ષ આ જંગલમાં વિતાવેલા છે. આ ગીચ જંગલ વિસ્તાર સીતાવન તરીકે ઓળખાય છે. જેમ રામાયણકાળમાં શ્રી રામે દંડકારણ્યમાં વનવાસ કર્યો હતો તેમ દ્વાપરયુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ વનપ્રદેશમાં આવેલી ગુફાઓમાં વસવાટ કરેલો હતો. આ ગુફાઓ પાંડવ ગુફા તરીકે ઓળખાય છે


શું શું જોવું? :

સાપુતારા સંગ્રહલય,

સાપુતારા મધ ઉછેર કેન્દ્ર

સાપુતારા માછલી ઘર

સાપુતારા બાઝાર

રોઝ ગાર્ડન

સ્ટેપ ગાર્ડન

બોટિંગ

સન સેટ પોઈન્ટ

3 - Sunset Point Saputara tripadvisor Jenish Parmar.jpg

સન રઈઝ પોઈન્ટ

ગવર્નલ હિલ

રોપ વે

લોગ હટ

હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર

Girafalls Waghai, Dangs - Most Popular Waterfall On Way To Saputara, Dangs, Gujarat - 13.jpg

અને બીજી ઘણી બધી એડવેન્ચર પ્રવુતિ ઓ થય છે.


બેસ્ટ ટાઈમ ?

જંગલ અને પહાડોની વચ્ચે હોવાને કારણે મૉન્સૂન બેસ્ટ સીઝન છે, પરંતુ એ સિવાય પણ બારેય માસ અહીંનું ક્લાઇમેટ પ્રવાસીઓને માફક આવે એવું મનમોહક જ હોય છે.


શું શું કરી શકાય? :

બોટિંગ

પેરાગ્લાઈડીંગ

Saputara Paragliding Festival Gujarat Hill Station Photos Featured Photo.jpg

 

ઓક્સીજન !!!

આદિવાસી ને મળી તેમની અલકમલક ની વાતો કરો.

ઝરણું ના પાણી થી મસ્તી!😄

જાતે ખાવાનું બનાવો.(કાંદા બટાકા નું શાક!)

સવારે જાતે કોફી બનાવી પી શકાય.(ભાઈ સાચવજો તમારી સાથે તમારી વાઇફ કે ગર્લફ્રેન્ડ હોય તો છેલ્લો દિવસ જેવું ના થાય! કે તે કોફી બનાવીજ કેમ?☺)

ફોટા પાડી શકાય( એ તો કહેવુંજ ના પડે!😉)

ચાઈ પે ચર્ચા!!! (જો સવારે ગયા હોય તો.)


કેવી રીતે પહોચવું?

સાપુતારા અમદાવાદથી  ૪૨૦ કિ.મી.

રાજકોટથી  ૬૦૩ કિ.મી.,

સુરતથી ૧૭૨ કિ.મી.,

વઘઈથી  ૪૯ કિ.મી.,

બીલીમોરાથી  ૧૧૦ કિ.મી.,

મુંબઈથી  ૧૮૫ કિ.મી.,

 નજીક નું વિમાનમથક: સુરતન૧૭૨ કિમી દૂર, મુંબઈ ૨૨૫ કિ.મી. દૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

નજીક નું રેલ્વેસ્ટેશન: બીલીમોરા

ધોરી માર્ગ: સાપુતારાથી આહવા, વઘઇ, બીલીમોરા, સુરત, વલસાડ, વડોદરા, પાટણ, અમદાવાદ, નાસિક, સપ્તશ્રુંગી ગઢ, કળવણ, શીરડી જવા માટે ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસો પ્રાપ્ય છે.

રહેવા માટે સાપુતારા માં ઘણી બધી હોટેલ છે

(ગુજરાતકી આંખો કા તારા એવું સાપુતારા એક નૈસર્ગિક પર્યટન સ્થળની સાથે સાથે, હવે લગ્ન સમારંભો માટે પણ લોકોની પહેલી પસંદ બની રહ્યું છે!!!)


ડાંગ ના બીજા ફરવા જેવા સ્થળો.


બીજા ધાણા આર્ટિકલ હાજી આવી રહ્યા છે. આ મારા ફેસબુક પેજ (અહીં ક્લિક કરો) ને લાઈક કરો અને બીજા આર્ટિકલ ના ન્યૂઝ તમને મળતાં રહેશે.


એપ ડાઉનલોડ કરો બીજા ધમાકેદાર લેખો માટે.


Don’t forget to Like, Share, Comment !

 

 

10 Replies to “સાપુતારા (ડાંગ) : ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન”

    1. તમારો આભાર, આવા શબ્દો અમારા જેવા નવા બ્લોગરોને નવી નવી પોસ્ટ લખવાની આશા આપે છે. સાપુતારા અને ડાંગ જેવા બીજા ઘણા પ્લેસ ની હાજી પોસ્ટ બાકી છે.

  1. સાપુતારા,ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેસન માટેનો ખુબજ સરસ લેખ લખ્યો છે , કુંજ ભાઈ

  2. સાપુતારા હિલ સ્ટેશનની આવી સુંદર માહિતી બ્લોગ ઉપર મુકવા બદલ ખુબ ખુબ અભિનંદન

  3. कच्छ नहीं देखा तो कुछ नहीं देखा…. કેન્દ્ર અને ગુજરાત સરકારે ગુજરાતનાં Tourism industry નાં વિકાસ માટે ભરપૂર પ્રચાર કર્યો છે. આમ જોઈએ તો કચ્છ આર્થિક રીતે સુખી પ્રદેશ છે એનાં પ્રમાણમાં સૌરાષ્ટ્ર જેવાં વિસ્તારોનો જોઈએ એવો વિકાસ થયો નથી…. શા માટે ?
    દક્ષિણ ગુજરાતમાં સાપુતારાને અડીને આવેલાં ડાંગ જિલ્લાનાં જાણીતો ” ડોન ” એવો પર્વતીય વિસ્તાર છે જ્યાં પ્રકૃતિએ ભરપૂર સૌંદર્ય ઠાલવ્યું છે. એ વિસ્તારમાં વનબંધુ જેવી ભોળી અને ગરીબ પ્રજા વસે છે. ક્યાં કચ્છનાં સુખી લોકો અને ક્યાં ડાંગી ગ્રામ્ય પ્રજા ! ગુજરાત સરકાર વરસોથી ” ડોન ” ને ટુરિઝમ ક્ષેત્રે સમાવી લેવાં માટે વાતો કરી રહી છે. મેં તાજેતરમાં ” ડોન ” ની મુલાકાત લીધી ત્યારે મને એ વાતનું આશ્ચર્ય થયું કે, જે વિસ્તારમાં વનસંપદા અપાર હોય અને આયુર્વેદિક ક્ષેત્રે વિકાસની ભરપૂર તકો હોય, ડાંગ જિલ્લામાં આ કારણે ભગત તરીકે ઓળખાતાં ગ્રામ્ય વૈદ્ય – જાણકારોનો પાર નથી. ફાર્મસીઓનો પણ વિકાસ થાય એવી તકો આ વિસ્તારમાં પડી છે. દેશી દવાઓની વિદેશમાં નિકાસ કરી શકાય એવી પૂરી તકો ઉપલબ્ધ છે. આમ છતાં આ વિસ્તારનાં વિકાસ માટે ધ્યાન અપાતું નથી…. શા માટે ?
    બીજી બાજુ સાપુતારાનો અકલ્પનીય વિકાસ થયો છે. ” ડોન” જંગલ આસપાસમાં ગૌમુખ, શબરીધામ જેવાં અનેક પ્રાચીન ધાર્મિક સ્થાનો પણ આવેલાં છે તો ગીરાધોધ જેવું મનોરમ્ય સ્થાન જોવાલાયક સ્થળોની યાદીમાં સ્થાન મેળવી શકે છે. જે ગુજરાતમાં સૌથી ઉંચો ધોધ છે. અહીં મસ્ત રિસોર્ટ બની શકે તેમ છે. અહીં પંપા સરોવર રામાયણ કાળનું મહત્વનું ધાર્મિક સ્થળ છે.
    હાલમાં રાજ્યમાં ભાજપની સરકાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારે તો ટૂંક સમયમાં આ વિસ્તારમાં Tourist infrastructure નો વિકાસ કરી શકે તેમ છે પણ એ માટે દ્રઢ ઇચ્છા શકિત જોઈએ !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *