પાસવર્ડ વિના અનલોક કરો કોઇ પણ સ્માર્ટફોન.

મોટાભાગનાં સ્માર્ટફોન યુઝર્સ પોતાનાં ફોનને પાસવર્ડ અને અલગ અલગ પેટર્ન વડે સુરક્ષિત રાખતા હોય છે. પણ ઘણી વાર એવું થાય છે કે યુઝરે પોતે જ બદલેલા પાસવર્ડ કે પેટર્નને તે ભૂલી જાય છે. આવા સમયે ફોનનો ઉપયોગ નથી કરી શકાતો અને જરૂરી કામો અટકી જાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા ઘણી વાર આપણે મોબાઇલ શોપ પર જઇને પાસવર્ડ તોડાવવો પડે છે કે ફોનને ફોર્મેટ કરાવવો પડે છે. પણ અમુક ટ્રીક્સની મદદથી તમે તમારા ફોનનાં પાસવર્ડને રીસેટ કરી શકો છો.

image

જો તમારો સ્માર્ટફોન લોક થઇ જાય તો સૌથી પહેલા તેને સ્વિચ ઓફ કરી દો. આમ કરવા માટે કેટલાક ફોનમાં પાસવર્ડની જરૂર નથી પડતી. જો તમારા ફોનને સ્વિચ ઓફ કરવા માટે પણ પાસવર્ડની જરૂર પડતી હોય તો તેની બેટરી બહાર કાઢી દો અને ફોન બંધ કરી દો.

ત્યારબાદ પાવર બટનની સાથે વોલ્યુમ અપનું બટન સતત દબાવતા રહો. આ સ્ટેપ અલગ અલગ ફોનમાં અલગ અલગ પ્રકારે પરફોર્મ કરવામાં આવે છે. કેટલાક સ્માર્ટફોનમાં આ વોલ્યુમ લો બટન દ્વારા થાય છે.


 

દાખલા તરીકે-

– નેક્સસ 7 માટે- વોલ્યુમ અપ + વોલ્યુમ ડાઉન + પાવર
– સેમસંગ ગેલેક્સી એસ3 માટે- વોલ્યુમ અપ + હોમ + પાવર
– મોટોરોલા ડ્રોઇડ- હોમ + પાવર

 

આ સ્ટેપને ત્યાં સુધી ફોલો કરો જ્યાં સુધી તમારા ફોન પર લોગો સ્ક્રીન ના દેખાય. ત્યારબાદ પાવર બટનને દબાવવાનું બંધ કરી દો. પણ વોલ્યુમ બટનનો ઉપયોગ હજું પણ ચાલુ રાખો. આમ કરવાથી એન્ડ્રોઇડ સિસ્ટમ રિકવરી સ્ક્રીન ડિસ્પ્લે થશે. આ સ્ટેપ અંગે બહુ ઓછા યુઝર્સ જાણતા હોય છે.

જ્યારે આ સ્ક્રીન ડિસ્પ્લે થશે ત્યારે તમારી સામે એક ડ્રોપ મેનુ આવશે. તે સ્ક્રીન કોમ્પ્યુટરની કમાન્ડ સ્ક્રીન જેવું જ દેખાય છે. આ સ્ક્રીન પર વોલ્યુમ બટનની મદદથી નેવિગેટ કરો (ઉપર અને નીચે) અને પાવર બટન વડે તમારું ઓપ્શન પસંદ કરો.

હવે આ સ્ક્રીન પર ‘રિબૂટ સિસ્ટમ રોમ’ કે ‘રીસેટ ફેક્ટ્રી સેટિંગ્સ’નું ઓપ્શન પસંદ કરો. ઘણા ફોનમાં આ ઓપ્શન ‘ડિલીટ ઓલ યુઝર ડેટા’ ના નામે પણ આવે છે. આમ કરવાથી સિસ્ટમ તેને રિચેક કરશે. સ્ક્રીન પર યસ કે નો નું ઓપ્શન દેખાશે. તેને યસ કરો.

તમારા સ્માર્ટફોનમાં બધો ડેટા રીસેટ થવામાં થોડો સમય લાગશે. જેવું સિસ્ટમ પોતાનું કામ પૂરું કરશે એમ જ એન્ડ્રોઇડ સિસ્ટમ રિકવરી સ્ક્રીન ફરી ડિસ્પ્લે થવા માંડશે.

હવે સ્ક્રીન પર ‘રિબૂટ સિસ્ટમ’નું ઓપ્શન પસંદ કરો. ધ્યાનમાં રાખો કે કોઇ બીજો વિકલ્પ ના સિલેક્ટ થાય. નહીં તો આખી પ્રોસેસ ફરી કરવી પડશે.

હવે તમારો ફોન સામાન્ય રીતે રીબૂટ થઇ જશે. આ ફોનમાં હવે પાસવર્ડ કે પેટર્ન નાંખવાની જરૂર નહીં પડે. આમ કરવાથી બધા ફેક્ટરી સેટંગ્સ ફરીથી એક્ટિવેટ થઇ જશે.

પીચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત, સ્માર્ટફોન વિષે ના બીજા ધાણા આર્ટિકલ હાજી આવી રહ્યા છે. આ મારા ફેસબુક પેજ (અહીં ક્લિક કરો) ને લાઈક કરો અને બીજા આર્ટિકલ ના ન્યૂઝ તમને મળતાં રહેશે.

image

હવે ના આર્ટિકલ માં તમારાં ફોન ને એકદમ સ્ટાલિસ લુક કેવી રીતે આપી શકાય તે આવશે.

અને હા આ પોસ્ટ ગમી હોય તો શેર કરવાનું ભૂલશો નહિ.


To know more About Me!


એપ ડાઉનલોડ કરો બીજા ધમાકેદાર લેખો માટે


Don’t forget to Like, Share, Comment !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *