ગૂગલ એન્ડ્રોઈડ 5.0 લોલીપોપના ટોપ 5.0 ફીચર્સ

1. ગમે તે ડિવાઈસ પર ચાલશે આપની વસ્તુઓ

devices

એન્ડ્રોઈડ લૉલિપૉપને કારણે તમામ એન્ડ્રોઈડ ડિવાઈસ પર આપનો અનુભવ એક જેવો રહેશે. એક એન્ડ્રોઈડ ડિવાઈસના ગીતો, ફોટો, એપ્સ અને ત્યાં સુધી કે તેના પર કરાયેલું સર્ચ પણ આપ આપના તમામ એન્ડ્રોઈડ ડિવાઈસ પર મેળવી શકો છો.

2. મટીરિયલ ડિઝાઈન

pick-up
એન્ડ્રોઈડ લૉલિપૉપને કારણે ઓપરેટિંગ સિસ્ટમનો લૂક ખાસ્સો બદલાયેલો લાગશે. તેને અનેક પ્રકારના ડિવાઈસ માટે ડિઝાઈન કરાઈ છે, જેમાં સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ અને ટીવી સુદ્ધા સામેલ છે. તેમાં ઈન્ટરફેસ ઈલેવેશન વેલ્યૂ, રીયલ ટાઈમ શેડો અને લાઈટિંગનો સપોર્ટ છે, જેના કારણે આપ સ્ક્રીન પર ગમે તે વસ્તુ એ રીતે યૂઝ કરી શકશો જાણે કે તમારી સ્ક્રીન પર તરી રહ્યા હોય.

3.બહેતરિન નોટિફિકેશન

your-device

એન્ડ્રોઈડ લૉલિપૉપમાં નોટિફિકેશન્સને પહેલાથી વધુ બહેતર બનાવાયા છે. આપ કયા મેસેજ વધારે જરૂરી છે તે પણ પસંદ કરી શકો છો. વોલ્યૂમ બટનથી પ્રાયોરિટી મોડ સિલેક્ટ કરી શકાશે જેથી ડિસ્ટર્બ ઓછો થાય. આ મોડમાં આપને પસંદગીનના લોકો અને એપ્સના જ નોટિફિકેશન મળશે. આપ પ્રાયોરિટી મોડ એક્ટિવ કરવાનો ટાઈમ પણ સેટ કરી શકો છો.

4. એન્ડ્રોઈડ સ્માર્ટલોક

unfocused-5
એન્ડ્રોઈડ લૉલિપૉપ સ્માર્ટફોન અનલૉક કરવો વધુ સરળ બનાવશે અને આપને વારંવાર ન તો પિન નાખવો પડશે કે ન તો પેટર્ન બદલવી પડશે. જેમ કે, આપ એન્ડ્રોઈડ સ્માર્ટવોચ પહેરશો તો એન્ડ્રોઈડ લોલિપોપ ડિવાઈસને તે જાતે જ ઓળખી લેશે અને પાવર બટન દબાવવા પર જાતે જ અનલોક થઈ જશે.

5. એપ ઈન્ડેક્સિંગ

photo (2)

ગૂગલે એન્ડ્રોઈડ લોલિપોપના નવા એપ ઈન્ડેક્સિંગ ફંકશનને કારણે ક્રોમ દ્વારા એપ્સ સુધી પહોંચવાનું સરળ બનાવી દીધું છે. જેમ કે, આપ ક્રોમ પર કોઈ હોટેલ સર્ચ કરશો અને તમારા ફોનમાં હોટેલને લગતી કોઈ એપ હશે તો ક્રોમ તેને ઓળખી જશે અને સર્ચ રિઝલ્ટનું લિસ્ટમાં તેને જોડી દેશે. લિંક પર ક્લિક કરવાથી આપના એપમાં તે હોટેલનું વેબપેજ ખૂલી જશે. હવે આપને એક એપમાંથી બીજી એપમાં કોપી-પેસ્ટ પણ નહીં કરવું પડે.


For any More information Please Contact Me

To know more About Me!


એપ ડાઉનલોડ કરો બીજા ધમાકેદાર લેખો માટે


Thanks!


Don’t forget to Like, Share, Comment !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *