એન્ડ્રોઇડ રૂટ શું છે?

 

ઘણીવાર તમે અનેક લોકોને વાત કરતાં સાંભળ્યા હશે કે તેઓએ ફોન સ્લો થઇ જવાના કારણે તેને રૂટ કરી દીધોછે. ફોનને રૂટ કરવાનો અર્થ એ છે કે તમે તમારા સોફ્ટવેરમાં જઇને જેવો ઇચ્છો છો તેવો બનાવી શકો છો. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સલામતીના કારણે કેટલાક ફોલ્ડરને ખોલવાનીકે તેમાં લખવા-વાંચવાની પરવાનગી આપતું નથી. તે માટે તેમાં સલામતીના ભાગરૂપે લોક આપેલ હોય છે. જો આ લોક તોડવામાં આવે તો આપણે ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરફારો કરીને ઉપયોગિતા વધારી શકીએ. અને તમારા ફોનમાં કંપની દ્વારા આવેલી એન્ડ્રોઇડ સિસ્ટમમાં ફેરફાર કરવાની સત્તા આપે છે. તમે ફોનની અંદર રૂટિંગની એપ્લિકેશન નાખીને તેમાં સુપર યુઝર એપનો ઉપયોગ કરી શકો છો. એટલે કે સુપર યુઝર એપ નાખતા પહેલાં રૂટિંગ જરૂરી છે. આનો ફાયદો એ કે તમે બધી જ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.

ફરક બસ એટલો છે કે અમુક જ એપ્લિકેશન એવી હોય છે કે જે કદાચ તમારા ફોનના હાર્ડવેરને સપોર્ટ ન કરતી હોય. બાકી મોટાભાગની કંપનીઓ આજકાલ આ એપને સપોર્ટ કરતી હોય એવી જ સિસ્ટમ આપે છે. કેમ કે, જે લોકોને આનો ઉપયોગ ન આવડતો હોય તે લોકો અજાણતા જ ફોનને નુકસાન કરે છે તેથી સ્માર્ટ ફોન બનાવતી કંપનીઓ આવી સિસ્ટમ આપે છે, પણ તેનો ઉપયોગ કરવાનું બાધિત રાખે છે. બધી જ કંપનીમાં નિયમ મુજબ વોરંટીના સમય દરમિયાન રૂટ કરવાથી ફોનની વોરંટી રહેતી નથી.

જોકે,આ એપનો ઉપયોગ કરતા પહેલા થોડી સાવચેતી રાખવી હિતાવહ છે. જેમ કે, બધાં જ ઓપ્શનમાં હા કે ના ક્લિક કરતા પહેલા થોડું જાતમહેનતે ઇન્ટરનેટ પર એ વિશે જાણી લેવાથી જોખમ ટળી જાય છે. આ થોડું ટેકનિકલ છે પણ તેના અનેક ફાયદા છે તો તેમાં નુકસાન પણ છે. હાલમાં ખૂબ ઓછા લોકો છે જે પોતાના સ્માર્ટફોનને રૂટ કરે છે. ફોનને રૂટ કર્યા બાદ તમે તેના સીપીયુ, રેમ, એસડી કાર્ડ ઓપ્શનની સિવાય અનેક અન્ય ફીચર પર કંટ્રોલ કરી શકો છે.કેટલિક ઉપયોગી Apps પણ ફક્ત Rooted ફોન પર જ ચલાવી શકાતી હોય છે.

પરંતુ આ પ્રક્રિયા માટે આપને આ બાબતનું ઉંડાણનું જ્ઞાન હોય તે આવશ્યક છે. અન્યથા આપની ઓપરેટિંગ સિસ્ટમ કરપ્ટ થવાની શક્યતા રહે છે. ઉપરાંત Rooting કરવાથી આપના ફોનની વોરંટી પૂરી થઇ જવાની શક્યતા રહેલી છે.દરેક એન્ડ્રોઇડ વર્ઝન માટે Rootingની રીત અલગ હોય છે.


 

જો તમે ફોનને રૂટ કરવા ઇચ્છો છો તો તેના માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

તેના ફાયદા અને ગેરફાયદા બંને છે.ગેરફાયદા ની સામે ફાયદા 100% વધારે છે. પણ તેના માંટે તમને  ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે.


 ગેરફાયદા:
– ફોનને રૂટ કર્યા બાદ તમારા એન્ડ્રોઇડ ફોનનું લેટેસ્ટ વર્ઝન મળી રહે છે અને જો એન્ડ્રોઇડ દે પણ ઓફિશિયલ અપડેટ આપસે તેને ફોનમાં કરી શકાતા નથી.
– જો તમે ફોનને એકવાર રૂટ કરી દો છો તો તમારા ફોનની વોરંટી જતી રહે છે. ભલે તમે ફોનને એક દિવસ પહેલાં જ રૂટ કેમ ન કર્યો હોય.
– ફોનને રૂટ કર્યા બાદ તેમાં બગ આવવાની સંભાવનાઓ વધી જાય છે અને સાથે તમારા ફોનને કોઇ સરળતાથી હૈક પણ કરી શકે છે.

ફાયદા:

એકજ વાક્ય માં કહું તો,  ફોન તમારો ગુલામ થઇ ગયો એમ કહી શકાય તમે ધારે તે કરી શકો. પૈસા વળી એપ પણ મફત માં મળી જાય. તમને કીધું તો ખરું ફોન તમારો  ગુલામ થઇ જાય 🙂


For any More information Please Contact Me

To know more About Me!


એપ ડાઉનલોડ કરો બીજા ધમાકેદાર લેખો માટે


Thanks!


Don’t forget to Like, Share, Comment !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *